જાણો કેવો રહેશે આજનો દિવસ તમારા માટે.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ: અનેક અટવાયેલા કામો પૂરા થઈ શકશે. પારિવારિક સંબંધો મધુર રહેશે. તમારી ઈમેજ સુધારવાની તક મળશે. વિચારેલા કામો પૂરા કરી શકશો. પરણિત લોકોને સુખ મળી શકશે. પ્રેમ વધશે. જૂની બીમારીમાં રાહત મળશે. 


વૃષભ: કારોબારમાં વ્યસ્તતા રહેશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળી શકે છે. મહેનતથી ધન કમાઈ શકશો. જે કામ કેટલાય દિવસથી અધૂરા પડ્યા હશે તે પૂરા થવાની શક્યતા છે. નવા કરાર કે નવા સંબંધ બનવાની શક્યતા છે. સમય સારો છે. અનેક ક્ષેત્રમાં તમે એક સાથે સક્રિય રહેશો. આગળ વધવા માટે તમારે જીવનમાં કેટલાક ફેરફાર કરવા પડી શકે છે. અવિવાહિત લોકોને રોમાન્સની તક મળશે. યાત્રા યોગ છે. 


મિથુન: ઉતાવળમાં કોઈ કામ ન કરો. નાણાકીય સ્થિતિની ચિંતા કરો. તમારે ફાલતુ ખર્ચ થઈ શકે છે. નોકરી કે બિઝનેસમાં કોઈ વાતને લઈને સમસ્યા થઈ શકે છે. નાણાકીય મામલે સાવધાની રાખો. મિત્રો કે પરિવારની જરૂરિયાતોમાં ફસાઈ શકો છો. 


કર્ક: નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામોમાં કેટલાક જોખમો થઈ શકે છે. જીદ કરશો તો વિવાદ થવાની સંભાવના છે. વિચારવામાં બહુ સમય પસાર ન  કરો. અચાનક પરેશાનીઓ વધી શકે છે. કામકાજમાં અડચણ આવવાની મૂડ ખરાબ થઈ શકે છે. ભાગદોડ રહેશે. 


સિંહ: પરિવારમાં સુખ શાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા કરાર અને સંધિ થવાની શક્યતા છે. સામાજિક કામકાજમાં સન્માન મળી શકે છે. કોઈ સારા મિત્ર સાથે મુલાકાતના યોગ છે. તમારું ધ્યાન કોઈ બીજા સ્થાન પર વધુ રહેશે. ઓફિસમાં કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. રોમાન્સ માટે સારી તકો મળવાના યોગ છે. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. 


કન્યા: કારોબાર વધશે. તમારા નિચલા સ્તરના કર્મચારીઓથી સહયોગ મળશે. તમારી મુલાકાત ખાસ લોકો સાથે થઈ શકે છે. તમને નિયમિત કામકાજમાંથી થોડી રાહત મળી શકે છે. મોટાભાગની પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. જે કામ તમે અધૂરું સમજી રહ્યાં હતાં તે પૂરું થશે. મોટા લોકોનો સહયોગ મળી શકે છે. 


તુલા: નોકરી અને બિઝનેસમાં લાભની સંભાવના બની રહી છે. દિવસ સારો રહેશે. વિશેષ લાભ અને ઉન્નતિ માટે આજે તમારે કેટલીક વધુ કોશિશો કરવી પડી શકે છે. તમારા ફાયદાની ચિંતા જરૂર કરો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવ પાર્ટનર પર વધુ ખર્ચ થઈ શકે છે. લવર કે જીવનસાથી પર ગુસ્સો ન કરો. 


વૃશ્ચિક: બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ બની રહ્યાં છે. કોઈ નવું કામ શરૂ ન કરો. તમારા માટે દિવસ થોડો ટફ હોઈ શકે છે. કાર્યક્ષેત્રની સ્થિતિઓ તમારું ધ્યાન ભટકાવી શકે છે. આજે તમારું મન ફાલતુ કામોમાં વધુ રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાથી તમારો મૂડ પણ ખરાબ થઈ શકે. અવિવાહિત લોકોના પ્રેમ સંબંધોમાં તણાવ થઈ શકે છે. 


ધનુ: રોજબરોજના કામો પૂરા થવાના યોગ છે. તમારા કામ બનતા જશે. સમજી વિચારને ફેસલો લેવાથી ફાયદો થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં સારા બદલાવની તકો મળી શકે છે. પરિવાર સમાજમાં તમારું મહત્વ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જીવન સાથી સાથે તમારા સંબંધ ગાઢ બની શકે છે. પાર્ટનર સાથે સમય સારો પસાર થશે. 


મકર: નવી ડીલ આજે  ન કરો તો સારું રહેશે. પૈસા અટવાઈ શકે છે. દિવસની શરૂઆત સાારી નહીં રહે. ઈચ્છા ન હોવા છતાં પૈસા વપરાઈ શકે છે. પરિવારના લોકો તમને કોઈ કઠિન પરિસ્થિતિમાં નાખી શકે છે. આજે તમારું પ્લાનિંગ ગુપ્ત રાખો. કોઈની સાથે શેર ન કરો. સંબંધોના ક્ષેત્રે કેટલીક કથિન સ્થિતિઓ બની શકે છે. વાદ વિવાદમાં ઉલઝી શકો છો. કામકાજમાં સુસ્તીનો માહોલ રહેશે. 


કુંભ: આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં સંપૂર્ણ તાકાતથી કામ પતાવશો. અચાનક ધનલાભ થઈ શકે. સારા લોકોની સંગતિથી ફાયદો થશે. આજે તમે કોઈ સારા પરિણામની રાહ જોશો, ધૈર્ય રાખશો તો ખુશ થશો. 


મીન: બિઝનેસ ન વધારો તો સારું. જે ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજો ખરીદી શકો છો. આજે તમે કોઈ નવો કે મોટો નિર્ણય ન લો તો સારું રહેશે. સાવધાની રાખો. લવ લાઈફ મામલે દિવસ ખુબ સારો છે.